Loading Please Wait !!!
દાઉદી વ્હોરા ઉત્તરાધિકાર જાહેર કરનાર જજને ધમકી?

  • બાર એન્ડ બેન્ચ અને ઈન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ
  • વિવાદમાં તેમના સાવકાભાઈ ખુઝૈમા કુતુબુદ્દીન અને બાદમાં પુત્ર તાહિર ફખરુદ્દીન તરફથી કરાયેલા દાવાઓ સાથે સબંધિત હતો
  • પૂર્વ જજ ગૌતમ પટેલનો દાવો તેમના પરિવારને 10 મહિનાથી ધમકીઓ મળી રહી છે
  • પૂર્વ જજનો દાવો 2024માં દાઉદી વ્હોરા સમુદાયના ઉત્તરાધિકાર વિવાદ પર આપેલા નિર્ણય સાથે સબંધિત છે

સિટી ન્યૂઝ@મુંબઈ

બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જજ ગૌતમ પટેલનો દાવો છે કે તેમને અને તેમના પરિવારને છેલ્લા લગભગ ૧૦ મહિનાથી ધમકીઓ મળી રહી છે. પૂર્વ જજનો દાવો છે કે આ ઘટનાઓ ૨૦૨૪માં દાઉદી વ્હોરા સમુદાયના ઉત્તરાધિકાર વિવાદ પર આપેલા તેમના નિર્ણય સાથે સંબંધિત છે.

જજ પાસેથી માંગ કરવામાં આવી રહી છે કે તેઓ એક વીડિયો રેકોર્ડ કરીને પોતાનો નિર્ણય પાછો ખેંચે અને દાવો કરે કે તેમને આવું કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

બાર એન્ડ બેન્ચ અને ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ પટેલે ઓગસ્ટ ૨૦૨૪માં દાઉદી વ્હોરા સમુદાયના ઉત્તરાધિકાર વિવાદ પર નિર્ણય સંભળાવ્યો હતો.

પૂર્વ જજે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને દાઉદી વ્હોરા સમુદાયના કાયદેસરના 53માં દાઈ-અલ-મુતલક જાહેર કર્યા હતા

તેમણે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને દાઉદી વ્હોરા સમુદાયના કાયદેસરના ૫૩મા દાઈ-અલ-મુતલક જાહેર કર્યા હતા. આ વિવાદ તેમના સાવકા ભાઈ ખુઝૈમા કુતુબુદ્દીન અને બાદમાં તેમના પુત્ર તાહિર ફખરુદ્દીન તરફથી કરાયેલા દાવાઓ સાથે સંબંધિત હતો.

ચુકાદો આવ્યાના થોડા સમય પછી જ જસ્ટિસ પટેલ અને તેમના પરિવારને ધમકીભર્યા સંદેશા મળવાના શરૂ થઈ ગયા હતા. સપ્ટેમ્બર ૨૦૨૫માં એક પત્ર મોકલીને તેમની પાસેથી નિર્ણય પાછો ખેંચવા અને જાહેરમાં તેને ખોટો ગણાવવાની માંગ કરવામાં આવી હતી.

જસ્ટિસ પટેલે કહ્યું કે તેમણે લંડનમાં ભારતીય હાઈકમિશન અને બોમ્બે હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અને ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતને પણ આ મામલે જાણ કરી છે. તેમણે વધુમાં કહ્યું- હું એપ્રિલ ૨૦૨૪થી નિવૃત્ત છું. બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યુટ્યુબ વીડિયો દ્વારા રદ કરી શકાય નહીં.

દીકરી પર લંડનમાં 2 મહિના પહેલા હુમલો

જસ્ટિસ પટેલની દીકરી અદિતિ પર ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ લંડનમાં હુમલો કરવામાં આવ્યો હતો. તે પોતાના બાળકને સ્કૂલે મૂકીને પાછી ફરી રહી હતી, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ પાછળથી તેના પર હુમલો કર્યો. આ હુમલામાં તેનું નાકનું હાડકું તૂટી ગયું. યુકે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને પહેલા મળેલી ધમકીઓ સાથેના કનેક્શનની પણ તપાસ કરી રહી છે. નિવૃત્ત જસ્ટિસના જણાવ્યા અનુસાર, ૫ જૂને તેમની પુત્રી અદિતિ પટેલને ફરીથી એક અનામી પત્ર મળ્યો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો જસ્ટિસ પટેલ ૨૩ એપ્રિલ ૨૦૨૪ના તેમના નિર્ણયને યુટ્યુબ વીડિયો દ્વારા જાહેરમાં પાછો નહીં ખેંચે તો તેમના પરિવારના અંતિમ સંસ્કાર કરાવવામાં આવશે. પત્ર સાથે એક SD કાર્ડ પણ હતું. આ માટે એક ગેંગને કામે લગાડવામાં આવી છે. આ ઘટનાઓ પછી લંડનમાં તેમની પુત્રી અને જમાઈએ યુકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વેસ્ટ હર્ટફોર્ડશાયર આતંકવાદ વિરોધી યુનિટ ૨૨ એપ્રિલે અદિતિ પટેલ પર થયેલા હુમલાની સમીક્ષા કરી રહી છે.