40.1 C
Ahmedabad
Thursday, June 12, 2025
spot_imgspot_imgspot_img

LRD પરીક્ષા: ઉમેદવારો માટે ST નિગમની એક્સ્ટ્રા બસો, ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધા


રાજકોટ, 10 જૂન 2025: રાજ્યમાં 15 જૂન, 2025ના રોજ યોજાનારી લોકરક્ષક દળ (LRD)ની પરીક્ષા આપવા જઈ રહેલા 2.48 લાખ ઉમેદવારો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ST નિગમ) દ્વારા ઉમેદવારોના સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા ઉમેદવારોને તેમના વતનથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં સરળતા રહેશે.

પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર સહિતના મુખ્ય શહેરોમાં આવેલા પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે. ST નિગમ દ્વારા 14 અને 15 જૂન, 2025 દરમિયાન જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ઉમેદવારો આ એક્સ્ટ્રા બસોની ટિકિટનું એડવાન્સમાં ઓનલાઈન બુકિંગ પણ કરી શકશે, જેથી છેલ્લી ઘડીની હાલાકી ટાળી શકાય.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારો બસ સંચાલન સંબંધિત પૂછપરછ માટે નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર 24 કલાક માહિતી મેળવી શકશે. સરકારનો આ નિર્ણય રાજ્યના ખૂણેખૂણેથી આવતા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે અને તેમને કોઈ મુશ્કેલી વેઠવી નહીં પડે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -