40.3 C
Ahmedabad
Thursday, May 29, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં “કૈલાશ ધામ મંડળ” દ્વારા ગાયત્રી નગરમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ


ધોરણ 2 થી 12ના વિદ્યાર્થીઓને 7 ચોપડા અપાશે

રાજકોટ શહેરના ગાયત્રી નગર, ૩/૧૨, રાજકોટ ખાતે કૈલાશ ધામ મંડળ” દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના ઉમદા હેતુથી વિનામૂલ્યે ચોપડા (નોટબુક) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તા. ૧લી જૂન, ૨૦૨૫, રવિવાર ના રોજ સવારે ૮:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા દરમિયાન આ વિતરણ કાર્યક્રમ યોજાશે. ધોરણ ૨ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે, જેમાં દરેક વિદ્યાર્થીને ૭ નોટબુક આપવામાં આવશે.

નોટબુક મેળવવા માટે વિદ્યાર્થીઓએ પોતાની સાથે આપેલ કાર્ડ અને પ્રગતિ-પત્રક (ઓરીજીનલ રીઝલ્ટ) લાવવું ફરજિયાત છે. સંસ્થા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે, જેમની પાસે પાસ હશે તેમને અવશ્ય ચોપડા મળી જશે, તેથી અતિશય વહેલા આવીને કષ્ટ ન લેવા વિનંતી છે. જોકે, પાસમાં દર્શાવેલ સમય મર્યાદા (સવારે ૮:૩૦ થી ૧૧:૦૦) દરમિયાન અવશ્ય પહોંચી જવું. દરેક વિદ્યાર્થીએ માત્ર એક જ પાસનો ઉપયોગ કરવાનો રહેશે.

આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા “કૈલાશ ધામ મંડળ” શિક્ષણના પ્રસાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પ્રતિબદ્ધ છે.

અશોકભાઇ ચંદારાણા,તરુલતા ચંદારાણા મો.98245 30123


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -