રાજકોટ – સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટનો સ્થાપના દિન આજે છે. ત્યારે 400 વર્ષ પહેલા ઈ. સ. 1610મા જાડેજા રાજવી ઠાકોર વિભાજીના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધિએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું અને ઉંચાઇ ઉપર હોવાથી રાજુ સંધિના નામ ઉપરથી જ શહેરનું નામ રાજકોટ થયું. શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારીયા નાકા, રૈયા નાકા, બેડીના નાકા અને ભીચરીના નાકાની અંદર ઊંચાઈ ઉપર વસેલું હતું. સમય જતા મોગલ વંશનું શાસન ફેલાતા ઈ. સ. 177મા જૂનાગઢના નાયબ ફોજદાર માસુમખાને સરધાર કબજે કરી રાજકોટમા થાણું નાખીને રાજકોટનું નામ માસૂમાબાદ કર્યું. સમય જતાં અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજ પરિવારની છત્રછાયા મળી હતી. રાજકોટને પ્રજા વત્સલ અને લોક-ખેવનાવાળા રાજવીઓ મળ્યા તેના કારણે રાજકોટનો અવિરત વિકાસ થતો રહ્યો, જે લોકશાહીમાં પણ આગળ વધતો જ રહ્યો છે. આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું અને ઉચ્છરંગરાય ઢેબર જેવા લોકપ્રિય મુખ્યપ્રધાન પણ રાજકોટને મળ્યા, જેમણે રાજકોટના વિકાસને આગળ વધાર્યો હતો. 1 મે 1960ના સૌરાષ્ટ્ર ગુજરાત રાજ્યમાં ભળી ગયું અને આજદિન સુધી રાજકોટે વિકાસના મામલે પાછળ વળીને જોયું નથી. રાજકોટ શૈક્ષણિક ક્ષેત્રે પણ અવ્વલ છે. વિદેશી તથા એન.આર.આઈ વિદ્યાર્થીઓ પણ હાલમાં રાજકોટમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમજ આધુનિક સમયમાં પરિવહન ક્ષેત્રે પણ રાજકોટે કેટલાક આયામો સ્થાપિત કર્યા છે.જેમાં દેશના પ્રમુખ શહેરો સાથે રેલ સેવા, બસ સેવાઓ સાથે જોડાયું છે. તો હવાઇ ક્ષેત્રે રાજકોટ પાસે ડોમેસ્ટિક એરપોર્ટની સુવિધા વર્ષોથી હતી જ, જેની સાથે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી આપવા હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પણ હાલ નિર્માણાધીન છે. જે શરૂ થતાં આંતરરાષ્ટ્રીય હવાઈ સુવિધાનો લાભ રાજકોટની પ્રજાને મળશે. તો બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે પણ રાજકોટએ દેશમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. રાજકોટના સોના, ચાંદી તથા ઇમિટેશન જ્વેલરી દેશ તથા દુનિયામાં અને બોલીવુડમાં પણ અત્યંત લોકપ્રિય થઈ છે. રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું તમામ ક્ષેત્રોનું હબ છે ત્યારે રાજકોટની આ અનેક સફળતાઓ અને પ્રગતિ સાથે રાજકોટને તેનો 413મો જન્મદિવસ મુબારક.
Happy Birthday Rajkot: સૌરાસ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટને તેનો 413મો જન્મદિવસ મુબારક
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -