રાજકોટ શહેરમાં આવેલ સેન્ટમેરી સ્કૂલના વાલીઓને સાથે રાખી આજે NSUI દ્વારા FRC એટલે કે ફી રેગ્યુલેશન કમિટી ઓફિસ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.તેમજ FRC દ્વારા ફી વધારો મંજૂર કરતા પહેલા શાળાઓ ફી વધારો વાલીઓ પાસેથી લેતી હોવાથી ફી વધારો મંજૂર ન કરવા માગ સાથે વાલીઓ અને NSUI દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જો કે, FRCએ એક પણ શાળાનો ફી વધારો હજુ મંજૂર ન કર્યો હોવાનું જણાવ્યું હતું અને પ્રોવિઝનલ ફી લીધા બાદ કોઈ પણ શાળાએ વાલીઓને ફી પરત આપવા થતી હશે તો FRC દ્વારા પરત અપાવવામાં આવશે. તેમાંજ વિરોધ દરમિયાન ‘FRC હાય હાય‘, ‘વાલીઓને લૂંટવાનું બંધ કરો’, ‘ફી વધારો પાછો ખેંચો’ના નારા લગાવ્યા હતા. તેમજ FRCના સભ્યોને આવેદન પત્ર પાઠવી રાજકોટમાં આ વર્ષે ફી વધારો મંજૂર ન કરવા ઉગ્ર રજુઆત કરી હતી