BRTS રૂટમાં અવારનવાર અકસ્માતો ના સમાચાર આવે છે. BRTS રૂટ પર ઘણી વખત એવા પણ દ્રશ્ય પણ સામે આવ્યા છે જેમાં BRTS રૂટ જે સામાન્ય વાહનો માટે પ્રતિબંધિત હોવા છતાં કેટલાક વાહનચલાકો ટુ વહીલ અને ફોરવહીલ ચલાવતા નજરે પડ્યા છે. ત્યારે સવાલ એ છે કે શા કારણે BRTS રૂટ ઉપર લોકો વાહન ચલાવે છે. BRTS રૂટ પર જે વાહન ચલાવે છે તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા તંત્ર નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં RMC સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડના જનરલ મેનેજર અલ્પના મિત્ર વધુમાં જણાવે છે.