ભાવનગર મહાનગરપાલિકા ના કમિશ્નર ઉપાધ્યાય દબાણ સહિત અલગ અલગ ડ્રાઈવ માટે આમજનતા ખાસ્સાએવા લોકપ્રિય બન્યાં છે ત્યારે કમિશ્નર ને અરજી મળી હતી કે જ્વેલ્સ સર્કલથી ધોબીસોસાયટી માં થઈ ને બોરતળાવ બાલવાટીકા ને મળતા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી દબાણોનો ખડકલો થયેલો છે ધોબીસોસાયટીમાં રોડ તટે મકાન ધરાવતા આસામીઓએ જાહેર રસ્તા પર ઠેકઠેકાણે કબ્જા વાળી ઓટલા સહિતના દબાણો કર્યાં છે જેને પગલે દરરોજ ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ રહી છે જેથી સ્થળપર પહોંચી ગેરકાયદે ખડકાયેલા કાચાં-પાકા દબાણો દૂર કરવાનું શરૂ કર્યું હતું દૂર કરાયેલા દબાણો માં ઓટલા પારાપીટ દિવાલો સહિતનો સમાવેશ થાય છે ધોબીસોસાયટીમાં રોડ ખુલ્લો કરાવ્યા બાદ સાંઢીવાડ વિસ્તારમાં ટીમ પહોંચી હતી અહીં પણ રોડપર ખડકી દેવાયેલા દબાણો હટાવવામાં આવ્યાં હતાં
રિપોર્ટર સબ્બીર માલદાર ભવન