AIATFના અધ્યક્ષ એમ.એસ. બીટા સિંહની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ત્રિરંગાનું અપમાન થાય ત્યારે અમને ખુબ જ દુઃખ થાય છે. આ સાથે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાનકર્તા જણાવ્યું હતું કે વડાપ્રધાન કહે છે અમે કોઈને છેડતા નથી જે છેડે તેને મુક્તા નથી. તેમજ તેઓ વન નેશન વન ઇલેક્શનની તરફેણ માં છે અને એક બાદ એક ઇલેક્શન આવે છે દેશમાં સમય અને શક્તિનો વ્યય થાય છે. આસ આઠે તેઓએ ગુજરાતમાં પકડાતાં ડ્રગ્સ વિષે વાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સ આવે છે પણ પકડાઇ જાય છે એ સારી વાત અને ગુજરાતના લોકો પોલીસ અને સુરક્ષા દળો ને ખૂબ જ સહકાર આપે છે જ્યારે આવું પંજાબમાં નથી. તેમજ બીટા સિંહ એ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે એક તરફ પાકિસ્તાન આતંકી હુમલા કરે છે ત્યારે ભારતીય ખેલાડીઓના પાકિસ્તાની ખેલાડીઓ સાથે ભાઈચારાની વાત પણ કરે છે. આ સાથે કેનેડા સરકાર ના ખાલિસ્તાન તરફ ના જુકાવ ને લઈને બીટા સિંહે પોતાના નિવેદનમાં વાત કરી હતી.