39.9 C
Ahmedabad
Monday, June 9, 2025
spot_imgspot_imgspot_img

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, હાઈકોર્ટના ગેટ બંધ કરી સઘન ચેકિંગ શરૂ


ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક અજાણી વ્યક્તિ દ્વારા આ ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ગુજરાત હાઈકોર્ટ ખાતે પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે હાઈકોર્ટના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.

ઝોન-૧ ના ઈનચાર્જ ડીસીપી સફીન હસન દ્વારા આ ધમકી મળ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ઈ-મેલ મળ્યા બાદ તરત જ તપાસ શરૂ કરવામાં આવી છે અને ઈ-મેલ મોકલનાર વ્યક્તિની પણ શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાને પગલે હાઈકોર્ટ અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દેવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -