ઝાલોદ નગરપાલિકા દ્વારા ગઇકાલે રામ સાગર ગાર્ડન ખાતે ‘વુમન ફોર ટ્રી’” અંતર્ગત એક વિશિષ્ટ પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અમૃત ૨.૦ મિશન વિભાગના એન.યુ.એલ.એમ યોજના હેઠળ રચાયેલા મહિલાઓના સ્વ સહાય જૂથોની સહભાગીતાથી યોજાયો હતો આ કાર્યક્રમમાં “વૃક્ષો સાથે જીવન પરિપૂર્ણ બનાવો” એવો મંત્ર અપનાવાયો હતો અને મહિલાઓને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદારીભર્યા બનાવવાના ઉદ્દેશ સાથે વિચારમંથન કરવામાં આવ્યું હતુ આ સાથે આવનારા ભવિષ્યમાં વૃક્ષોના જતન અંગે મહિલાઓ જન જાગૃતિમાં વધુ સહભાગી બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી 60 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને જવાબદારી પણ લીધી હતી