રાજકોટ જિલ્લાના ગોંડલમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યોજાનાર સંમેલનની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે અનુસૂચિત જાતિ સમાજના આગેવાન દેવદાન મુછડિયાએ ગોંડલના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી આગામી તારીખ ૧૮ જૂને ગોંડલમાં અનુસૂચિત જાતિના સમાજના મોટા સંમેલનની તૈયારી કરવામાં આવી રહી છે ચોક્કસ લોકોના ઇશારે વકીલ દિનેશ પાતરને પોલીસ દ્વારા ખોટા ગુનામાં ફિટ કરવાના વિરોધમાં સંમેલન યોજવામાં આવી રહ્યું છે એક લાખ અનુસૂચિત જાતિના લોકો ભેગા થાય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે