કોટક સિક્યોરિટીઝ લિપિટેડ અને કેરગ્રોથ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડે ગુજરાતમાં 35,000 રીટેલ રોકાણકારો અને ટ્રેડર્સને ઉન્નત સેવાઓ પૂરી પાડવા માટે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. NSEના આંકડા અનુસાર, એપ્રિલ 2025 સુધીમાં ગુજરાતમાં ઈન્વેસ્ટર એકાઉન્ટ્સનો આકડો 1 કરોડથી વધુ પહોંચી ગયો છે, જે તેને ભારતના સૌથી મોટી આર્થિક ભાગીદારીવાળા ટોપ ત્રણ રાજ્યોમાં સ્થાન અપાવે છે. કોટક સિક્યોરિટીઝના એમડી અને સીઈઓ શ્રીપાલ શાહે જણાવ્યું કે, આ ભાગીદારી રાજ્યના નાના રોકાણકારો અને ટ્રેડર્સને અત્યાધુનિક ટેક્નોલૉજી અને નિષ્ણાત સેવાઓ દ્વારા સશક્ત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. કેરગ્રોથ બ્રોકિંગના ચેરમેન તરુણ શાહે કહ્યું કે, આ ભાગીદારી ટેક્નોલૉજી, રીસર્ચ અને પ્રોડક્ટ ઑફરિંગ દ્વારા ગ્રાહકોના અનુભવને વધુ ઉન્નત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.