ઉના શહેરના ગીર ગઢડા રોડ પર આગની ઘટના બનવા પામી છે ગીર ગઢડા રોડ પર આવેલ એસબીઆઇ લાઇફ ઇન્સયુરન્સની બાજુના ભાગે માલિકીની જગ્યામાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરતાં ઉના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અચાનક લાગેલી આગથી લાખોનું નુકશાન થયું છે જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી