30.7 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

અરવલ્લીના સવાપૂર ગામેથી 25મે થી ગુમ થયેલા હર્ષદ ચમારનો માલપુર વાત્રક નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે


અરવલ્લીના માલપુરના સવાપુર ગામના 29 વર્ષીય હર્ષદ મોટાભાઈ ચમારને પાડોશી સાથે કોઈ બાબતે ખટરાગ ચાલતો હતો તેમના પત્ની મધુબેન આંગણવાળીમાં ફરજ બજાવે છે તે પંચાયતના બોરમાં પાણી ભરવા જતા હતા ત્યારે ઘર સામે રહેતા અંદરભાઈ મકવાણાએ મૃતકના પત્નીને ગાળો આપી અને જાતિ વિષયક બોલીને અહીં પાણી ભરવા ન આવવાનું એમ કહ્યું હતું આમ અવારનવાર દંપતીને ગાળો બોલી અપમાનિત કરી માનસિક ત્રાસ આપતા હતા હર્ષદ ચમારે સામે પાડોશી અંદરભાઈ મકવાણાને કહેતા આખા પરિવારજનો ઉશેકરાઈ મારી નાખવાની ધમકીની સાથે ગામમાં તારી ઇજ્જત કાઢી જીવતો સળગાવી દેવાની ધમકી આપી હતી અને જ્યાં ભાગવું હોય ત્યાં ભાગી જજે તેવી ધમકીઓથી ગભરાઈ જતા હર્ષદભાઈ ચમાર તારીખ ૨૫ મે ના રોજ ઘરેથી બાઇક લઈ નીકળી ગયા  હતો એ દિવસે માલપુર પાસે આવેલ વાત્રક નદી પાસેથી હર્ષદ ચમારનું બાઇક અને થેલી મળી આવ્યા હતા તરવૈયાઓ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરી પણ કોઈ પત્તો લાગ્યો ના હતો તારીખ 1 જૂનના રોજ માલપુર વાત્રક નદીમાં કોઈ યુવકનો મૃતદેહ છે એવી માહિતી મળતા હર્ષદ ચમારના પરિવારજનોએ તપાસ કરતા આ મૃતદેહ હર્ષદ ચમારનો હોવાનું બહાર આવ્યું હતું મૃતકના પત્નીએ સવાપુરના અંદરભાઈ ચેહરાભાઈ મકવાણા, મંગુબેન અંદરભાઈ મકવાણા, પવન મકવાણા, શંકરભાઈ ચેહરાભાઈ મકવાણા, બોરના મુવાડાના લાલાભાઈ ફતાભાઇ મકવાણા, રાયમલભાઇ શંકરભાઈ મકવાણા, વાંકાનેડાના ગુલાબભાઈ, નરેશભાઈ, મોતીપુરા ગામના મિનેશભાઈ સહિત 9 સામે હર્ષદ ચમારને મરવા મજબૂર કરવા  અને જાતિ વિષયક ઉચ્ચારણની ફરિયાદ માલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે માલપુર પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે..

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -