33.6 C
Ahmedabad
Saturday, June 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં અબતક મીડીયાની ઓફીસમાં થયેલી રૂ.76.90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપીઓ ઝડપાયા


રાજકોટમાં 2 દિવસ પહેલાં મોડી રાત્રે અખબારની ઓફિસમાંથી થયેલી રૂ. 76.90 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે શરૂ કરેલી તપાસમાં અખબારની ઓફિસમાં છેલ્લા 1 વર્ષથી રસોઈયા તરીકે કામ કરતા કર્મચારીએ જ ચોરીની ટીપ આપી હતી અને ઘરફોડ ચોરીમાં માહેર 1 શખ્સે તા.1 જૂનના રાત્રે રાષ્ટ્રીય શાળા પાસે આવેલી અબતક પ્રેસની ઓફિસમાં માલિકની ચેમ્બરમાં ઘૂસી સોના-ચાંદીનાં દાગીના અને પગાર માટેના 70 જેટલાં કવર લઈ ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે CCTV, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને અખબારની કચેરીમાં કામ કરતા શંકા ઉપજાવતા કર્મીની પુછપરછમાં ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -