રાજકોટના નાના મૌવા રોડ પર એજ્યુકેશન મોલ અને શાળાઓની મિલિભગત સામે આવી છે. એજ્યુકેશન મોલ દ્વારા રોડ પર ગેરકાયદેસર દબાણ કરાયું હોવાની માહિતી મળતા જગ્યા રોકાણ શાખા પોહચી સ્થળ પર તપાસ કરી હતી જેમાં 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. અધિકારીઓએ 1 કલાકમાં દબાણ દૂર કરવા નોટિસ પણ આપી છે. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાવ્યો છે.