રાજકોટમાં વગડ ચોકડી પાસે ગઈકાલે બાઈક અને ટીપરવાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ, ટીપરવાનનો ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો, અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.