જામનગર જિલ્લાના નાઘુના ગામના લોકો છેલ્લા નવ વર્ષથી બિસ્માર રસ્તાઓના કારણે ભયંકર હાલાકી ભોગવી રહ્યા છે. ગામલોકોની ધીરજ ખૂટતા આજે તેઓ પોતાની વેદના રજૂ કરવા માટે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, નાઘુનાથી નારણપર સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રસ્તો એટલો ખરાબ છે કે, ગામની ગર્ભવતી મહિલાઓની ડિલિવરી રસ્તા પર જ થઈ જાય તેવો ઘાટ સર્જાયો છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ વિસ્તાર રાજ્યના કૃષિ મંત્રીના મતવિસ્તારમાં આવે છે. તેમ છતાં, રસ્તાઓની આટલી દયનીય હાલત પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ગ્રામજનોએ કૃષિ મંત્રીથી લઈને બાંધકામ સમિતિના ચેરમેન સુધી અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ અથવા નવું નિર્માણ કરવાની માંગ કરી છે, જેથી તેમની દાયકાઓ જૂની સમસ્યાનો અંત આવે અને ખાસ કરીને તબીબી કટોકટીમાં દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -