જામનગરમાં નદી નવનિર્માણ અને પુર નિયંત્રણ યોજના અંતર્ગત એક દિવસના વિરામ બાદ ફરી મનપા દ્વારા બુલડોઝર ચાલુ કરવામાં આવ્યું હતું લાલપુર બાયપાસ વિસ્તારમાં નદીના પટ્ટમાં ખડકી દેવાયેલા ૩૩ જેટલા કાચા પાકા દબાણો હટાવવા કવાયત હાથ ધરવામાં આવી હતી ૩૩ મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું એક દિવસના વિરામ બાદ ફરી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ૬૬ હજાર ફૂટ જમીન ખુલી કરવામાં આવી હતી નદીના પટમાં ૯૫ જેટલા ગેરકાયદે મકાનો આવેલા છે જે તમામનું બાંધકામ દૂર કરવામાં આવશે.