રાજકોટમાં પ્રથમ વખત માનવ ધર્મ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક કીટ વિતરણ
ઝુપડપટ્ટી માં રહેતા બાળ પ્રભુજીને શિક્ષણ સાથે જ પ્રસાદ ભોજન કરાવતી સંસ્થા માનવ ધર્મ સંસ્થા, રાજકોટ, દ્વારા આ વર્ષે 2025 માં રાજકોટ સરકારી શાળા માં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા ( 1 ) ઝુપડપટ્ટીમાં રહેતા બાળ પ્રભુજી ( 2 ) અનાથ બાળ પ્રભુજી ( 3 ) પિતા વિનાના બાળ પ્રભુજી ( 4 ) દિવ્યાંગ બાળ પ્રભુજી અર્થાત આવા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ આપવામાં આવશે,
જૂન માસમાં આવા બાળ પ્રભુજીને દફ્તર, નોટબુક અથવા ફુલસ્કેપ ચોપડા, પેન્સિલ અથવા બોલપેન, રબર સંચો, કંપાસ બોક્સ, લંચ બોક્સ, વોટર બેગ,પેડ, પૂઠા, સ્કુલ શુઝ વિગેરે શૈક્ષણિક વસ્તુઓની કીટ આપવામાં આવશે
સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જૂન માસમાં શાળામાં નામ તો લખાવી લેતા હોય છે, પણ આર્થિક તંગીના કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દેતા હોય છે, આવા વિદ્યાર્થીઓને તેઓનો અભ્યાસ અધૂરો ન રહી જાય તે માટે.. સમગ્ર વર્ષ દરમિયાન પ્રતિ માસ આવા બાળ પ્રભુજીને તેના અભ્યાસને ધ્યાનમાં રાખીને તેની જરૂરિયાત મુજબની શૈક્ષણિક કીટ આપવામાં આવશે
આપની આજુબાજુ આવા જરૂરીયાતમંદ વિદ્યાર્થી હોય તો માનવ ધર્મ સંસ્થા, રાજકોટ નો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવેલ છે, સંપર્ક નંબર :- 9722727273, નિમિત્ત માત્ર :- વિજયભાઈ બી ગાંધી,
માનવ ધર્મ સંસ્થામાં દાન તેમજ શૈક્ષણિક વસ્તુઓનું તેમજ કરિયાણા ની વસ્તુઓનો વસ્તુ દાન પણ કરી શકો છો