ભૂલી પડેલ મહિલાનું સાંકેતિક ભાષામાં કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ
બહેન તમે ક્યાં રહો છો, તમને શું મુશ્ક્લી છે તે આવી રીતે રાત્રીના એકલા નીકળ્યા છો ? પરંતુ મહિલા તરફથી કોઈ જવાબ નહીં પરંતુ માત્ર હાથના ઈશારા જ કરવામાં આવે છે. મહિલાની વાત સમજમાં નથી આવતી પરંતુ એટલો ખ્યાલ આવ્યો કે, બહેન બોલી કે સાંભળી શકતા નથી ને તેઓ મુકબધીર છે.
તેઓની હાથના ઇસારાની ભાષાને સમજવા ખાસ સાઈન લેન્ગવેજ સમજતા મુકબધીર કાઉન્સેલરને દુભાષિયા તરીકે બોલાવી પીડિતાની મુશ્કેલી સમજવામાં આવે છે. મહિલાની પરિસ્થિતિને સમજી તેને પરિવાર પાસે પહોંચાડવાની સુજ્બુજ સાથેની કામગીરી સફળતાપૂર્વક ૧૮૧ અભયમની ટીમ દ્વારા પુરી કરવામાં આવે છે.
મહિલાઓ માટે મુશ્કેલીના સમયે મદદરૂપ બનતી ૧૮૧ હેલ્પલાઇનની અભયમ ટીમને મહિલાઓનું કાઉન્સેલિંગ અને પરિવારજનો સાથે મિલાપની મહત્વની કામગરીમાં ક્યારેક કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોઈ છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો છે.
આ અંગે ૧૮૧ ની ટીમે માહિતી આપતા જણવ્યું હતું કે, રાજકોટના જામનગર રોડ પરથી ગત તા.૧૭/૦૫/૨૦૨૫ ના રોજ રાત્રિના ૧૮૧ પર જાગૃત નાગરિકનો મદદ માટે કોલ આવેલ. ‘કોઈ અજાણ્યા બહેન મળી આવેલ છે તેમની મદદે વાન મોકલો’. આથી તાલુકા પો.સ્ટે. સ્થિત ૧૮૧ વાનના કાઉન્સેલર કૃપાલીબેન ત્રિવેદી, મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન ચાવડા, પાયલોટ દર્શિતભાઈ સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોચી જાગૃત નાગરિકને મળી ઘટના અંગે માહિતી મેળવેલ હતી.
કોલ કરનાર ભાઈએ જણાવ્યું હતું કે, તેઓ વાહન લઈને રસ્તા પરથી જઈ રહ્યા હતા ત્યારે, પીડિતા મહિલા રસ્તો ઓળંગતા હોય ને બે ત્રણ વાર રસ્તા વરચે આવી ગયેલ. જેથી બેન સાથે અન્ય કોઈ અકસ્માતનો બનાવ બને તે પહેલા સુરક્ષિત જગ્યા પર ઊભા લાવીને પુછપરછ કરતા પીડિત મહીલા કઈ બોલ્યા નહી.. પીડિતા પોતાનું નામ, સરનામું સાંકેતિક ભાષામાં સમજાવતા તેઓ મૂક હોય જેથી ભુલા પડ્યા હોય તેવું લાગેલ. એટલે મેં ૧૮૧ ને પીડિતાબેનની મદદ માટે કોલ કરેલ હતો.
૧૮૧ ટીમ પીડિતાને મળતા તેઓને સમસ્યા પૂછતા તેઓ સાંકેતિક ભાષામાં સમજાવતા હતા. કઈ બોલી કે સાંભળી શકતા નથી અને લખી પણ શકતા નથી. જેથી ટીમ દ્વારા સાંકેતિક ભાષામાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. દરમ્યાન પીડીતાએ જણાવ્યું હતું કે, તેઓ જમવા આવ્યા છે. ઘર વગેરેનું પૂછતા સાંકેતિક ભાષામાં સમજાવેલ કે, ઘરનો રસ્તો બતાવીશ પરંતુ ૧૮૧ વાનમાં બેસવાનીના પાડતા હતા. ટીમ દ્વારા સાંકેતિક ભાષામાં સાંત્વના પાઠવી તેમની મદદે આવ્યા હોવાનું જણાવતા પીડિતા વાનમાં બેસેલા. પીડિતાને સાથે રાખીને નજીકના વિસ્તારમાં પૂછપરછ કરતા પીડિતાના ઘરની માહિતી મળી. ટીમે પીડિતાબેનના પરિવારના સભ્યોને મળતા તેમના પરિવારજનોએ જણાવેલ કે, તે ખરેખર મૂકબધિર છે અને જાણ વગર અવાર-નવાર ઘરેથી નિકળી જાય છે. અમે પણ શોધખોળ કરેલ પરતું મળ્યા નહી. પીડિત મુકબધીર મહિલા ઘરે હેમખેમ પરત આવી જતા ૧૮૧ ટીમની કામગીરીની પ્રશંસા કરી તેમનો આભાર માન્યો હતો. પીડિતને તેમના પરીવારના સભ્યોને સોપયા બાદ તેમની વિશેષ કાળજી રાખવા સમજાવી હવે પછી આવી ઘટના નો બને તે માટે ૧૮૧ ની ટીમે તાકીદ કરી હતી.
૧૮૧ અભયમ મહિલાઓને સુરક્ષા અને પરિવાર સાથે સુખદ મિલન કરાવી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી હેલ્પ લાઈન છે.