ગાંધીધામમાં રહેતા મહિલા ગીતાબેનના ઘર પાસે થોડા દિવસો પૂર્વે સાધુના વેસમાં અમુક શખ્સો આવ્યા હતા અને તેમના પતિને કહ્યું હતું કે તમારા પત્નીના શરીરમાં રહેલી તકલીફ દૂર થઈ જશે તમારા ઘરમાં ખરાબ સમયે સોનું આવી ગયું છે એટલે શુધ્ધિકરણ કરવું પડશે કહી ઘરમાં પ્રવેસી માટલીમાં બધુ સોનું રાખી ગીતાબેન ઉપર વિધિ કરવાના બહાને મંત્ર ભણી પાણી ગીતાબેન ઉપર છાંટી છળકપટથી 14.40 લાખનું 36 તોલા સોનું ચોરી નાસી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા એલસીબી પીઆઇ એન એન ચુડાસમા અને ટીમે તપાસ હાથ ધરી હતી દરમિયાન બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર ટોળકી અંજારના મીંદીયાળા ગામ નજીક આવવાના છે આ બાતમી આધારે સ્ટાફે વોચ ગોઠવી તુફાનનાથ ઉર્ફે શેતાનનાથ મીરકાનાથ વાદી, જુલાનાથ રૂમાલનાથ વાદી અને દેવનાથ પોપટનાથ વાદીની ધરપકડ કરી ઉપરોક્ત ચોરીમાં ગયેલા તમામ 14.40 લાખના દાગીના, 3 મોબાઈલ, એક બાઇક સહિત 21.76 લાખનો મુદામાલ કબજે કર્યો હતો