અરવલ્લી જિલ્લાના મોડાસા નગર પાલિકા વિસ્તારના સગરવાડાથી વલ્લભસદન હોલ પાસેના રોડ સાઈડ લગાવેલ પેવર બ્લોક ઉખાડીને રસ્તો પહોળો બનાવવા પાલિકા દ્વારા કામગિરી હાથ ધરાઈ છે. પરંતુ થોડા સમય પહેલા જ રોડ સાઇડમાં લગાવેલા પેવર બ્લોકને હવે ઉખાડી દેવામાં આવતા હોવાથી સવાલો ઉઠ્યા છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણએ પાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે જોકે આ બાબતે મોડાસા નગર પાલિકાના પ્રમુખ નીરજ શેઠે વિકાસના કામોમાં રસ્તો પહોળો કરવા માટે આ લગાવેલ પેવર બ્લોકને ઉખાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું મોડાસા શહેરની જનતા રોડ રસ્તાની સમસ્યાથી હાલાકી ભોગવી રહી છે ત્યારે સવાલો સામેના જવાબો પ્રજાના ગળે ન ઉતરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.