રાજકોટ શહેર પોલીસ પેટ્રોલીંગમાં હતી.ત્યારે નવાગામ આણંદપરમાં દેવનગર ઢોરાના મફતીયાપરામાં દારૂ છુપાવાયો હોવાની બાતમી મળી હતી. મકાનમાંથી કાંઈ મળ્યુ ન હતું ત્યારે બાજુના વંડામાં તપાસ કરતા ચોરખાનું હોવાનું જાણવા મળ્યું હતું. તેમાંથી દારૂની 204 બોટલ તથા બિયરના 135 ટીન મળી આવ્યા હતા તેની કિંમત 2.53 લાખ છે. આ સિવાય એક લાખની કિંમતની કાર પણ કબ્જે કરવામાં આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે સુરેશ દોલુભાઈ થીકમાંની ધરપક્ડ કરી હતી. પોલીસ પુછપરછમાં દારૂ-બીયરનો જથ્થો ચોટીલાના નાની મોલડી ગામનાં રાજદીપ કાઠી પાસેથી ખરીદ કર્યો હોવાનું કબુલતા તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે કુલ 3,58,800 ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.