યુધ્ધની સ્થિતિ વચ્ચે જામનગરના નાઘેડી ગામે રાત્રે આકાશમાં શંકાસ્પદ લાઇટ જોવા મળતા લોકોમાં ગભરાહટ ફેલાયો હતો આ શંકાસ્પદ લાઇટથી લોકોમાં કુતુહલ સર્જાયું હતું યુદ્ધની સ્થિતિમાં કોઈ અસમાજિક તત્વોએ ફાનસ ઉડાડ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી નાધેડી ગામના સરપંચને સ્થાનિકોએ જાણ કરી હતી યુદ્ધ વિરામનો ભંગ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે આવા દ્રશ્યો જોવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો