અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે બાયડના છાપરીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બાયડ દહેગામ માર્ગના છાપરીયા નજીક અજાણ્યા વાહનના ચાલકે બાઇકમાં જતાં ત્રણ લોકોને ઠોકરે લેતા ગંભીર અકસ્માતમાં ઘવાયેલા ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા મૃતક ત્રણેય બાઈક સવારો અમરગઢના હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે ત્રણેય બાયડથી છાપરીયા તરફ જઈ રહ્યા હતા ત્યારે બનાવ બનતા સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે