રાજકોટના માલવિયા નગરમાં રહેતી મનીષાબેન ખખરે સ્થાનિક ઇલ્યાસભાઈ દાદુભાઈ કુહા પર હેરાનગતિ અને ગુનાહિત કૃત્યો આચરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, સાથે જ પોતાની દુકાન પર કેમેરા થી સતત નજર રાખવામાં આવતી હોવાનો અને પાનના ગલ્લાની આડમાં ગેરરીતિ થતી હોવાનું જણાવ્યું છે. પિતાના આપઘાત પાછળ પણ તેની સંડોવણીની શંકા વ્યક્ત કરી છે. આ શખ્સ માલવિયાનગર વિસ્તારમાં પાનનો ગલ્લો ધરાવે છે જ્યાં દુકાનની આડમાં ગેરરીતિ થતી હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું .. આ શખ્સ વિરરૂધ પોલીસ ફરિયાદ નોંધાવવા છતાં આરોપીને પોલીસ દ્વારા છાવરવામાં આવતો હોવાનો આક્ષેપ કરીને મનીષાબેને ન્યાય માટે ગુહાર લગાવી છે. તેમજ ઇલ્યાસભાઈ દાદુભાઈ કુહા અને સુલ્તાન ઘાડા દ્વારા છેડતી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે યુવતી સિટી ન્યૂઝની ઓફિસે પહોચી હતી. અને હૈયા વરાળ ઠાલવી હતી. અને ન્યાય ની માંગ કરી હતી..