સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગતા પતરાના શેડમાં બનેલા 10 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા, જેના કારણે લાખોનું નુકસાન થયું હતું. મેજર કોલ જાહેર કરાયા બાદ 13 ફાયર સ્ટેશનની 19 ગાડીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અને રાત્રે 2 વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લીધી હતી. આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી કંપનીઓનો સ્ટોક રાખવામાં આવતો હતો. જો કે, આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ કોઈ જાનહાનીના સમાચાર નથી.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -