અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાલ્મિકી સમાજના યુવાનોએ દેશના સૈનિકો માટે અનોખો રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કર્યો હતો દેશમાં શહીદ થયેલા સૈનિકો માટે આજે વાલ્મિકી સમાજના યુવાનો દ્વારા આજે એક અનોખી કામગીરી કરવામાં આવી હતી રાજુલા એસ ટી ડેપો પાસે આ યુવાનો દ્વારા જાહેર માર્ગ પર ઊભા રહી લોકો પાસેથી ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું દેશના સૈનિકો માટે યથાશક્તિ યોગદાન આપવાની આ યુવાનો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી એકત્રિત થયેલ ફંડ સી.આર.પી ઓફિસ ગાંધીનગર ખાતે આપવામાં આવશે