રાજકોટ શહેરના ગોકુલધામ ક્વાટર વિસ્તારમાં નશાની હાલતમાં ધૂત લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં શખ્સ એક ઘર પાસે પડેલી કારમાં તોડફોડ કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિડીયોમાં દેખાતા મુજબ બેફામ રીતે કારના કાચ અને અન્ય ભાગોને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે વાહન માલિકને મોટું નુકસાન થયું છે.