ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખીને, દેશના શૌર્યવાન જવાનોના મનોબળ અને સુરક્ષા માટે રાજકોટના એક ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે મહિલાઓએ એક વિશેષ આયોજન કર્યું હતું. આ આયોજનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ એકસાથે હનુમાન ભાવુકના પાઠ, સુંદર કાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પાઠનું સમૂહમાં પઠન કર્યું હતું. સરહદ પર દેશના જવાનો પોતાની જાનની બાજી લગાવીને દેશની સુરક્ષા કરી રહ્યા છે, ત્યારે તેઓને આ કપરા સમયમાં શક્તિ અને રક્ષણ મળે તે માટે આ ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ પ્રાર્થના કરી હતી કે હનુમાનજી મહારાજ આપણા જવાનોને દુશ્મનો સામે લડવાની હિંમત અને વિજય પ્રાપ્ત કરવાની શક્તિ આપે. આ કાર્યક્રમમાં દેશભક્તિ અને ધાર્મિક ભાવનાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.