ધારી નગરપાલીકાની ઘોર બેદરકારી આવી સામે છે ધારીના નવી વસાહતના ઉપ્પલી ક્વાટર વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં ગટરના પાણી ઘૂસી જતાં રહેવાસી પરેશાન થઈ ગયા છે હાલ કમોસમી વરસાદનો કહેર ચાલુ છે ઉકરડા તેમજ ગંદકીથી લોકો પરેશાન છે નગર પાલિકાને અવારનવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી વરસાદ પડવાથી ગટરના ઢાંકણા ખુલા હોય ગંધાતા પાણી ઘરમાં ઘૂસી જાય છે ગટર તેમજ ગંદકીની જે સમસ્યા છે તેમાંથી કાયમી ઉકેલ આવે તેવું કાર્ય ધારી નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે