રાજકોટમાં NEET પરીક્ષામાં વચેટિયા દ્વારા રૂપિયા લેવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.જેને લઈને ક્રાઇમ DCP પાર્થરાજસિંહ ગોહિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે વિપુલ તેરૈયા અને પ્રકાશ તેરૈયા કૌભાંડ ચલાવતા હતા. રોયલ એકેડેમીના રાજેશ પેથાણીના સંપર્કમાં ફરિયાદી આવ્યા હતા. ધવલ સંઘવી નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો હતો. વિપુલ તેરૈયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 2024માં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. માત્ર 1 ફરિયાદી સામે આવ્યા હતા. જ્યારે અન્ય વાલીઓ પણ ભોગ બન્યા હોઈ શકે છે. વિપુલ તેરૈયા અને મનજીત જૈન મુખ્ય આરોપી હતા. રોયલ એકેડેમીના ચેરમેન રાજેશ પેથાણીએ તમામ આરોપીઓની સાથે સંપર્ક કરાવ્યો હતો.