સીટી બસ બાબતે અગાઉ કમિશનરને આવેદનપત્ર અપાયા બાદ તેનો કોઈ યોગ્ય જવાબ ન મળતા આજરોજ કોંગ્રેસના આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાની હેઠળ કોંગ્રેસના 50 જેટલા આગેવાનો કાર્યકરો મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ધસી ગયા હતા અને ન્યાય આપો ન્યાય આપો પીડીતોને ન્યાય આપો, ભાજપનો ભ્રષ્ટાચાર બંધ કરો, સીટી બસમાં ચાલતી ખોટ અંગે ભ્રષ્ટાચારીઓને કડક સજા કરો સહિતના ઉગ્ર સુત્રોચાર પોકારી કમિશનર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો કમિશનરને આવેદનપત્રની સાથે ટેબલ પર રમકડાની બસો અર્પણ કરતા મામલો બીચક્યો હતો અને પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. આજના કાર્યક્રમમાં અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, સંજયભાઈ અજુડીયા, રાજદીપસિંહ જાડેજા, મનીષાબા વાળા, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ નંદાણી, ગોપાલભાઇ અનડકટ, મયુરસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.