રાજકોટમાં કેવડાવાળીમાં સ્થાનિકો દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક તરફ રાજકોટમાં સ્વરછતાના બણગા અને બીજી તરફ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. વોકળામાં ભારે ગંદકીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગંદકી અને વોકળાના કારણે ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈપણ પગલા લેવામાં આવતા નથી. વોકળાની વેહલીમાં વેહલી તકે ગંદકી સાફ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -