રાજકોટના બાપુનગર વિસ્તારમાં સોમવારે રાત્રે જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા જિશાન મુસ્તુફાભાઈ કાસવાણી (ઉં.વ.20) નામના યુવાન સાથે અમન મહેબૂબ ચૌહાણ, અફઝલ સિકંદર જુણેજા અને એક અજાણ્યા શખસે ઝઘડો કર્યા હતો. બાદમાં જિશાનને ગળેટૂંપો આપીને જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં જિશાને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવતાં આરોપીઓએ તેના પેટના ભાગે છરીનો ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા જિશાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જિશાનનાં પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં એકત્ર થઇ ગયાં હતાં. બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટાફ તથા એલસીબી ઝોન-1 અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ મુખ્ય કારણ પ્રેમપ્રકરણ હોવાનું સામે આવ્યું છે. બાદમાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગણતરીના સમયમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. તો અન્ય એક ફરાર આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે
રાજકોટના બાપુનગર વિસ્તારમાં પ્રેમપ્રકરણમાં યુવકને છરીના ઘા ઝીંકી કરાઇ હત્યા
By cradmin
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -