રાજકોટ તરફ દારૂ ભરેલો ટ્રક આવતો હોવાની બાતમી પીસીબીને મળતા પીઆઇ એમ. આર. ગોંડલીયા અને પી.આઇ. એમ. જે હુણનાં માર્ગદર્શન હેઠળ ટીમ વોચ ગોઠવી હતી તે દરમ્યાન બામણબોર ચેકપોસ્ટ પાસે એકાદ કીમી દુર ટ્રક નં જીજે 3 બીવી 9485ને શંકાસ્પદ હાલતમા અટકાવવા આવ્યો હતો. ટ્રકની તલાસી લેતા ચોરખાનામા છુપાવેલો કુલ. 8552 બોટલ દારૂ મળી આવ્યો હતો. જે રૂ. 14.56 લાખની કિમતનો દારૂ તથા ટ્રક મળી રૂ. 24.66 લાખનો મુદામાલ કબજે કરી ટ્રક ચાલક રામાપીર ચોકડી પાસે રહેતા રઘુ દેવાભાઇ ચાવડાની ધરપકડ કરી હતી. જેની પુછપરછમા આ દારૂ ગોકુલધામ ગીતાંજલી સોસાયટીનાં બુટલેગર વાલા હનુભાઇ બાંભવાએ મંગાવ્યો હોવાનુ ખુલ્યુ હતુ. જેની શોધખોળ શરૂ કરાઇ છે
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -