હાઇકોર્ટનાં આદેશ બાદ રાજકોટ મનપા દ્વારા ઢોરપકડ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવી છે. જેમાં માલધારીઓ સાથે ઘર્ષણનાં બનાવો સમયાંતરે સામે આવતા હોય છે, પરંતુ હાલ શહેરનાં વાણીયાવાડી વિસ્તારની એક ઘટના સામે આવી છે. જેમાં મનપાનાં કર્મચારીઓ દ્વારા ગાયને વાહન વચ્ચે દબાવી ક્રૂરતાપૂર્વક પકડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થતા માલધારી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને માલધારીઓ દ્વારા ભક્તિનગર પોલીસમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. જોકે ગાય ટ્રોલી નીચેથી નિકળવા જતા ફંસાઈ હોવાનો ઢોરપકડ શાખાના અધિકારીએ બચાવ કર્યો હતો.