રાજકોટના રેલનગર વિસ્તારમાં ગૌમાતાનું મત્યુ થતા ગૌરક્ષકો દ્વારા તેમના મૃતદેહને સમાધિ આપવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના રેલ નગર વિસ્તારમાં એક ગૌમાતાનું મોત થયું હતુ. જેની જાણ ગૌ સેવા ગ્રુપ શાપર વેરાવળને થતા ગ્રુપના સભ્યોને થતા તેઓ તાત્કાલિક અહીં દોડી આવ્યા હતા. તેમજ ગૌમાતાનો મૃતદેહ રજળે તે પહેલા જ તેમની ટીમ દ્વારા ગૌમાતાના મૃતદેહને સમાધિ આપવામાં આવી હતી.