તાજેતરમાં ભાવનગરના તળાજા પંથકમાં આયોજિત સમૂહલગ્નમાં આહીર સમાજના આગેવાન ગીગા ભમ્મર દ્વારા સોનલ માતા અને ચારણ- ગઢવી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને ચારણ- ગઢવી સમાજની સાથે ગીગા ભમ્મરનો જ આહીર સમાજ પણ નારાજ હોવાનું સામે આવ્યું છે. આજ રોજ 20 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં આહીર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ આહીર સમાજના આગેવાનોએ જણાવ્યું કે, અમે આ મામલે ચારણ- ગઢવી સમાજના સમર્થનમાં છીએ. ગીગા ભમ્મરે કરેલું નિવેદન તેમનું અંગત હોવાથી તેની સામે કાર્યવાહી કરવી જરૂરી છે. ગીગા ભમ્મરને બોલવાનું ભાન નથી. બે દિવસ પૂર્વે આહીર સમાજ વિશે પણ બોલ્યા હતા કે, અફીણ પીનારાએ સમૂહલગ્ન ન કરાવવા જોઈએ
રાજકોટમાં આહીર સમાજે ગીગા ભમ્મર વિરુદ્ધ કાર્યવાહી કરવા જીલ્લ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -