રાજકોટ મહાનગપાલિકા સંચાલિત ઇન્ડોર સ્ટેડિય ખંઢેર હાલતમાં હોય ત્યારે મનપા દ્વારા તેમાં રિનોવેશનની કરવાની શરૂઆત કરાઇ હતા. જો કે છેલ્લા ઘણાં સમયથી અહીં રિનોવેશનની કામગિરી શરૂ કરવામાં આવી નથી. જ્યારે બીજી તરફ અહીં સ્ટેડિય ખાતે અલગ અલગ ગેમ્સ રમવા આવતા ખેલાડીઓ પાસેથી સ્ટેડિયમના સંચાલકો દ્વારા વાર્ષિક ફી પણ ઉઘરાવામાં આવી છે પરંતુ તેમને અહીં ગેમ્સ રમવા માટેની છુટ આપવામાં આવતી નથી. જેને લઇને ખેલાડીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પોતાની પ્રતિક્રીયા આપી હતી.