તાજેતરમાં આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. જેને લઈને કોંગ્રેસમાં ભારે રોષ જોવાઈ રહ્યો છે. ત્યારે ભાજપ સરકાર દ્વારા વિપક્ષ સામે IT અને ઇડીનો હથિયાર તરીકે ઉપયોગ કરી લોકશાહીનું ચીરહરણ કરવામાં આવતું હોવાના આરોપ સાથે કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર દેખાવો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે રાજકોટનાં કિસાનપરા ચોકમાં પણ NSUIનાં આગેવાનો દ્વારા ‘ભાજપ સરકાર હાય હાય’, નરેન્દ્ર મોદી હાય હાય, સહિતનાં સૂત્રોચ્ચાર સાથે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જોકે NSUIનાં આગેવાનો રસ્તા પર સુઈ જતા પોલીસે ટીંગાટોળી સાથે તમામની અટકાયત કરી હતી.