સૌરાષ્ટ્રની સૌથી મોટી મનાતી એવી રાજકોટની સિવિલ હોસ્પિટલ છાસવારે વિવાદોમાં આવતી રહે છે. ત્યારે ફરી એક વખત રાજકોટ સિવિલલ હોસ્પિટલ વિવાદોમાં આવી છે. જ્યાં સિવિલ હોસ્પિટલની અંદર રસ્તાઓ પર દારૂડિયાઓ નશાની હાલતમાં સુતા ઝડાપાયા છે. ત્યારે આ મામલે હજુ સુધી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેને લઇને સિવિસ હોસ્પિટલ તંત્ર પર પણ અનેક સવાલો ઉભા થાય છે.