હાલમાં ખાનગી સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ કમિટીની નાબૂદીની માંગ કરાઇ છે. ત્યારે આ મામલે NSUI નેતાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2017માં ખાનગી સ્કૂલનાં તોતિંગ ફી વધારાને ડામવા માટે ફ્રી નિર્ધારણ કમિટીની વિધેયક લાવી હતી. કમિટી બનાવતા ફીમાં અંકુશ આવે તેવી આશા હતી પરંતુ તે લોલીપોપ હતો. જ્યારે રાજ્ય સરકારે પ્રાઈમરી, સેકન્ડરી એન્ડ હાઈ સેકેન્ડરી માટે 15,000 ,25,000 અને 30,000 નક્કી થઈ હતી જેની સામે અત્યારે અઢી લાખ ફી પહોચી છે. ત્યારેભાજપની નીતિ રીતિથી કંટાળી ખાનગી શાળા સંચાલકોએ કમિટી દૂર કરવાની માંગ કરી છે.