ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. એને લઈ રાજકોટ શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને ઓસ્ટ્રેલિયા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં રોકાવાની છે. આવતીકાલે 11 ફેબ્રુઆરીના રોજ ભારત અને 12 ફેબ્રુઆરીના રોજ ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવશે,. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી છે. ખેલાડીઓના રોકાણને લઈ હોટલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.