રાજકોટના કાલાવડ રોડ ઓવરબ્રીજ ઉપર કે.કે.વી. હોલ થી કોટેચા ચોક તરફ પુલ ઉતરતા અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા બે બાઇક અને એક એકટીવા સ્લીપ થયુ હતું. જ્યારે બાઇક ચાલક વિજયભાઇ ભગવાનભાઇ હુંબલને ઘટના દરમિયાન હાથમાં ફેકચર જેવી ઇજા થઇ હતી અને મોઢા તથા પગના ભાગે સામાન્ય ઇજા થઇ હતી. જયારે એકટીવા ચાલક સહિત બે મહિલા અને બાઇક પર જઇ રહેલા એક છાત્રને સામાન્ય ઇજા થઇ થઇ હતી. બનાવ બનતા બ્રીજની એક સાઇડ બંધ કરી દેવાઇ હતી. તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી રોડ સાફ કર્યો હતો.
રાજકોટના કાલાવડ રોડ ઓવરબ્રીજ ઉપર ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -