ચોટીલા, થાનગઢ, નાનીમોલડી પોલીસ સ્ટેશન ખાતે વાહનોની હરરાજી કરવામાં આવી હતી. વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલા વાહનોની પોલીસ તંત્ર દ્વારા આજે હરરાજી કરવામાં આવી હતી. જેમાં ચોટીલા પોલીસ સ્ટેશન ખાતેથી 69 વાહનો કિંમત ₹12,48,000 તેમજ નાનીમોલડી પોલીસ સ્ટેશન ખાતે બે વાહનો કિંમત રૂપિયા 6,000 અને થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે 24 વાહનો કિંમત રૂપિયા 90,000 ની હરરાજી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશન ખાતે સડી રહેલા વાહનોનો આજે નિકાલ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર મુકેશ ખખ્ખર