જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલજર ગામે 18 જાન્યુઆરી 2024ના રોજ સવારમાં બંધ મકાનમાં પ્રવેશ કરી રોકડ રકમ તથા મોબાઈલ ફોન નંગ 2 મળીને કુલ મુદ્દા માલ 41,500 નો ઘર ફોર્ડ ચોરીનો ગુનો અજાણ્યા ઈસમ વિરુદ્ધ નોંધાયો હતો. જેમાં કામગીરીમાં ઉપયોગમાં થયેલ મોટરસાયકલ ગઢડીયા ચોકડીએથી જસદણ બાજુ મોબાઈલ વેચવા આવતા હોય જેથી જસદણ પોલીસે સર્વેલન્સ ટીમે આરોપીઓને પકડી પાડેલ તથા ગુનામાં ઉપયોગ થયેલ મોટરસાયકલ તથા મોબાઈલ ફોન નંગ 2 તથા રોકડ રૂપિયા 17000 શોધવામાં સફળતા મળેલ. જેમાં મહેશ ઉર્ફે રોમિયો વલ્લભભાઈ રહીશ મોઢુકા, તથા કિશન ઉર્ફે ભાણો ગિરધરભાઈ રહીશ રામપરા, તથા વિશાલ ભકુભાઈ બાવળીયા રહીશ કેરાળા સહિતના ત્રણ આરોપીઓની જસદણ પોલીસે ધરપકડ કરી હતી.
ફુલજર ગામે ઘર ફોડ ચોરીનો ગુન્હામાં ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડતી જસદણ પોલીસ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -