રાજકોટની મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભરતા દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ પહોંચી હતી. વોર્ડ નંબર 11 ના શ્રીહરી સોસાયટીમાં રહેતી સ્થાનિક મહિલાઓ દ્વારા છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણી મળવા મામલે રજૂઆત કરવામાં આવી રહી છે. સ્થાનિક મહિલાઓ દ્વારા અવારનવાર કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં તેમજ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈપણ સમસ્યાનું સમાધાન નહીં થતું હોવાના કારણે મહિલાઓ મનપા કચેરી ખાતે પહોંચી હતી. અત્યારે આજરોજ મોટી સંખ્યામાં મહિલાઓ ગંદા પાણીની બોટલો સાથે બનતા કચરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે તેઓ અગાઉ વેસ્ટ ઝોન ઓફિસ ખાતે પણ વોટર વર્ક શાખામાં રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ ત્યાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા તેઓ મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે. ત્યારે આગામી આઠ દિવસમાં સમસ્યાનો સમાધાન નહીં થાય તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ વિચારવામાં આવી છે. સ્થાનિકોએ મીડિયાને આપેલા વીડિયોમાં પણ સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઈ રીતે મહાનગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી આપવામાં આવે છે તે કેટલું દૂષિત છે.