એન્કરઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલી જનાના હોસ્પિટલને ફાયર NOC મળ્યું છે. બિલ્ડિંગમાં જરૂરી સુધારા-વધારા કર્યા બાદ ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં આવ્યું છે. હાલ બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન મેળવવાની કામગીરી ચાલુ કરાઇ છે. ટૂંક સમયમાં આ પરમિશન મળ્યા બાદ લોકાર્પણ માટેનો નિર્ણય લેવામાં આવશે. 700 બેડની હોસ્પિટલ શરૂ થતા સૌરાષ્ટ્રભરના દર્દીઓને લાભ મળશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-કચ્છની પ્રસૂતાઓ અને નજાવત બાળકોને એક છત નીચે સંપૂર્ણ સારવાર સાથેના ‘મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ’ એટલે કે MCH હોસ્પિટલની કામગીરી પૂર્ણતાને આરે છે. અંદાજે રૂ. 100 કરોડનાં ખર્ચે બનેલી ગુજરાતની આ સૌથી ઊંચી હોસ્પિટલમાં 700 બેડ અને 8 ઓપરેશન થિયેટર સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલની 700 બેડની જનાના હોસ્પિટલને મળ્યું ફાયર NOC
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -